Site icon News Continuous Bureau | Mumbai

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ વિશ્વપ્રસિદ્ધ મહાદેવના મંદિરમાં હજારો ભાવિકો ઊમટી પડતાં ધક્કામુક્કી, મોટી દુર્ઘટના ટળી.. જુઓ વિડીયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

દેશના અનેક ભાગોમાં શ્રાવણ મહિનો શરૂ થયો છે ત્યારે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે 12 જ્યોતિર્લિંગોમાંથી એક મધ્ય પ્રદેશના ઉજ્જૈનસ્થિત વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં મોટી દુર્ઘટના ટળી હતી. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મહાકાલના મંદિરમાં દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, પરંતુ જેવા મંદિરના દ્વાર ખૂલ્યાં મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે ભાગદોડ મચી ગઈ હતી.

ઓહો, શું વાત છે! ગુજરાતના આ જિલ્લામાં એકસાથે ત્રણ હજાર હરણ રસ્તો પાર કરતાં જોવા મળ્યાં, જુઓ વાયરલ વીડિયો

મહાકાલના મંદિરમાં મચેલી આ ભાગદોડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઊમટી પડેલી ભીડ મંદિરમાં પ્રવેશ માટે ધક્કામુક્કી કરી રહી છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના જ લોકો મંદિરમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે.

જોકે સદનસીબે ભાગદોડમાં કોઈનો જીવ ગયો નથી, પરંતુ આ ભાગદોડમાં કેટલાંક બાળકો અને મહિલાઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 

 

Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version