ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
પાકિસ્તાનના સિંઘ પ્રાંત સ્થિત પ્રાચીન હિંગળાજ માતા મંદિરમાંનવરાત્રી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી અને અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને પણ ખંડિત કરી દીધી છે. આ મંદિર સિંધના થારપરકર વિસ્તારમાં આવેલું છે.
તમને જણાવી દઇએ કે દુર્ગા ભવાનીના આખા દેશમાં કુલ 51 શક્તિપીઠ છે. 51માંથી 42 ભારતમાં છે બાકી 1 તિબ્બત, 1 શ્રીલંકા, 2 નેપાળ, 4 બાંગ્લાદેશ અને એક પાકિસ્તાનમાં છે. આ પહેલાં ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જ પાકિસ્તાનના સિંઘમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ઈતિહસમાં ઉલ્લેખ છે કે સુરમ્ય પહાડીઓની તળેટીમાં સ્થિત ગુફા મંદિર લગભગ 2000 વર્ષ જૂની છે. અહીં માણસની બનાવી કોઇ પ્રતિમા નથી પરંતુ એક માટીની વેદી છે જ્યાં એક નાના આકારની શિલાને હિંગળાજ માતાના રૂપમાં પૂજવામાં આવે છે.
તમને જણાવી દઇએ કે થારપારકર જિલ્લો જૈન અને હિંદુ પ્રભાવવાળી પોતાની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસત માટે જાણિતો છે. ત્યાં ઐતિહાસિક બંગડી જબલ દુર્ગા માંદિર પણ છે. ભૂતકાળમાં આ જગ્યા પર જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં રહે છે. ત્યાં ઘણા જાણિતા જૈન મંદિર પણ છે. નગરપારકર તાલુકાની વસ્તી દોઢ લાખથી વધુ છે અને ત્યાં હિંદુ લોકોની વસ્તી લગભગ 90 હજાર છે.
