Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ

Shardiya Navratri 2025: નવરાત્રિના પાવન દિવસોમાં માતાજીની કૃપા મેળવવા માટે કેટલીક ભૂલો ટાળવી જરૂરી છે, નહીં તો પૂજા નિષ્ફળ રહી શકે

by Zalak Parikh
Shardiya Navratri 2025: Avoid These Mistakes During Navratri or Risk Angering Maa Durga

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી  2025 આ વર્ષે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ પાવન સમય માતા દુર્ગાના  નવ સ્વરૂપોની આરાધનાને સમર્પિત છે. હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર, નવરાત્રીના દિવસોમાં માત્ર વ્રત અને પૂજા જ નહીં, પણ કેટલીક ખાસ ભૂલોથી બચવું પણ જરૂરી છે. આ ભૂલો માતાજીની પૂજાની પવિત્રતાને ભંગ કરી શકે છે અને માતાજી નારાજ થઈ શકે છે.

નવરાત્રિમાં આ વસ્તુઓ ટાળો 

  • તામસિક ભોજન : નવરાત્રિ દરમિયાન માંસ, માછલી, ઈંડા, ડુંગળી અને લસણ જેવા તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ. માત્ર સાત્વિક ભોજન લેવું.
  • ચમડાના ઉત્પાદનો : બેલ્ટ, પર્સ, જૂતાં વગેરે ચમડાથી બનેલા વસ્તુઓનો ઉપયોગ ટાળવો.
  • વાણી અને મનની શુદ્ધિ: ખોટું બોલવું, અપશબ્દો, ગુસ્સો, દુઃખ પહોંચાડવું – આ બધું નકારાત્મક ઉર્જા લાવે છે.
  • વાળ અને નખ કાપવા: નવરાત્રિ દરમિયાન શાસ્ત્રો અનુસાર, વાળ, દાઢી અને નખ કાપવા નહીં જોઈએ.

માતા દુર્ગાની કૃપા મેળવવા માટે શું કરવું

  • ભક્તિભાવથી પૂજા કરો
  • સાત્વિક ભોજન લો
  • રોજ આરતી અને સ્તોત્ર પાઠ કરો
  • ઘરમાં પવિત્રતા અને શાંતિ જાળવો
  • કન્યાઓનું પૂજન કરો અને દાન કરો

આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન

નવરાત્રિની પવિત્રતા જાળવવી કેમ જરૂરી?

નવરાત્રિ એ માત્ર ધાર્મિક તહેવાર નહીં, પણ આત્મશુદ્ધિ અને શક્તિની આરાધનાનો સમય છે. જો આપણે આ દિવસોમાં નિયમોનું પાલન કરીએ, તો માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More