ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઓક્ટોબર, 2021
બુધવાર.
આવતીકાલથી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલનાર છે.
આ પગલે શિર્ડી માં આવેલા સુપ્રસિદ્ધ સાંઇબાબાનું મંદિર ભક્તો માટે ખુલશે.
સાઈબાબાના મંદિર દરરોજ ઓછામાં ઓછા 15 હજાર ભાવિકોને પ્રવેશ પાસે જેઓ પાસે ઓનલાઇન પ્રવેશ પત્ર હશે
જેમાં 15 હજાર ભક્તોમાં 5 હજારને ઓનલાઇન ફ્રી પાસ, 5000 ઓફલાઇન બાયોમેટ્રિક અને 5000 ડોનેશન પાસનો સમાવેશ છે.
સાથે જ મંદિરમાં 10 વર્ષથી નીચેના બાળકો, ગર્ભવતી મહિલા અને 65 વર્ષની ઉપરના નાગરિકોને પ્રવેશ નહીં આપવામાં આવે
આ સિવાય મંદિરમાં કાકડ આરતી સહિત તમામ આરતી માટે ફક્ત 90 સાઈ ભક્તોને પરવાનગી આપી છે. એમાં ગામના 10 અને 80 ભક્તોનો સમાવેશ હશે.
જોકે દર્શન કરવા આવનારા પાસે આધાર કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડ ઓળખપત્ર તરીકે સાથે રાખવું ફરજિયાત હોવાનું શિર્ડી સંસ્થાને જાહેર કર્યું છે.
દુખદ સમાચાર : 'લંકેશ' એટલે કે અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન.