શ્રી દ્વારકાધીશ ગોપાલ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. આ મંદિર 1848-56 દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મંદિરના સ્થાપત્યમાં આરસનો ઉપયોગ મરાઠાની ઉત્તમ કુશળતાની યાદ અપાવે છે. મંદિરના આંતરિક ભાગમાં ચાંદીની ભગવાન શ્રીકૃષ્ણની સુંદર મૂર્તિ છે. આ મંદિરને દ્વારિકાધીશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
