News Continuous Bureau | Mumbai
Nag Panchami: શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરીને શિવલિંગ પર વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને કાલસર્પ દોષ દૂર થાય છે. હિંદુ ધર્મમાં નાગદેવતાને મહાદેવના પ્રિય માનવામાં આવે છે. તેથી આ દિવસે કરેલી પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
નાગપંચમીના દિવસે શિવલિંગ પર શું અર્પણ કરવું?
- મધ : મધ અર્પણ કરવાથી આરોગ્ય અને વિદ્યા માં લાભ મળે છે.
- કાચું દૂધ : કાળસર્પ દોષ હોય તો કાચું દૂધ અર્પણ કરવું.
- ધતૂરા : ધતૂરા અર્પણ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
- બીલપત્ર : બીલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે, આર્થિક લાભ માટે અર્પણ કરવું.
- અક્ષત અને ચંદન : અક્ષત અને ચંદનથી શિવલિંગની પૂજા કરવી.
- કાળા તલ: પાણીમાં કાળા તલ નાખીને અભિષેક કરવો.
કાલસર્પ દોષ દૂર કરવા માટે શું કરવું?
- નાગપંચમીના દિવસે મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવો.
- ચાંદી અથવા તાંબાના સાપની જોડી પવિત્ર નદીમાં વિસર્જિત કરવી.
- પિંપળના પાન ને પાણી અર્પણ કરીને 7 વાર પરિક્રમા કરવી.
- ગરીબોને કાળા ધાબળા નું દાન કરવું.
આ સમાચાર પણ વાંચો : Surya Sankranti 2025: 17 ઓગસ્ટે સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ, આ રાશિઓ નો થશે ભાગ્યોદય
નાગપંચમીના દિવસે શિવ પૂજાનું મહત્વ
આ દિવસે કરેલી શિવ પૂજા વ્યક્તિના જીવનમાં શાંતિ, આરોગ્ય અને સફળતા લાવે છે. કાલસર્પ દોષથી પીડિત વ્યક્તિ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)