ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 જાન્યુઆરી 2021
સદીઓ બાદ અયોધ્યામાં બની રહેલાં રામ મંદિર માટે દાનનો ધોધ વહી રહ્યો છે. જેમાં રામ કથાકાર મોરારીબાપુ પહેલાં જ 11 કરોડનું દાન આપી ચૂક્યાં છે અને હવે વધુ 7 કરોડનું દાન આપવા જઈ રહયાં છે. રામ મંદિર સમીતિએ વિદેશમાંથી દાન લેવા માટે જરૂરી પ્રમાણપત્ર માટે ભારત સરકાર પાસે મંજૂરી માંગી છે. આ પ્રમાણપત્ર આવી ગયા બાદ જ આ વિદેશી રકમ દાન કરી શકાશે.
આમ મોરારીબાપુ દ્વારા અત્યાર સુધી કુલ 19 કરોડનો ફાળો એકત્ર કરાયો છે અને હજુ વધુ રકમ ઉઘરાવવામાં આવી રહી છે. જેથી મંદિરના નિર્માણ માટે તમામ લોકો સહયોગ આપી શકે. શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર અનુદાન માટે મોરારીબાપુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે દરેક વ્યક્તિ યોગદાન આપે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 15 જાન્યુઆરીથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધી સંગ્રહ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે 27 ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશમાં ચાલશે. અભિયાન અંતર્ગત પાંચ લાખથી વધુ ગામોમાં 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરાશે. તેમની પાસેથી સન્માનિત રાશિ એકત્રિત કરવામાં આવી રહી છે.
