News Continuous Bureau | Mumbai
Mantra Jaap: હિંદુ ધર્મમાં મંત્રોચ્ચારણને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. દરરોજ સવારે કેટલાક વિશિષ્ટ મંત્રોના જાપથી જીવનમાં સકારાત્મકતા અને શાંતિ આવે છે. આ મંત્રો શારીરિક અને માનસિક રીતે લાભદાયક છે. ચાલો જાણીએ કયા મંત્રો સાથે કરવી જોઈએ દિવસની શરૂઆત.
કરાગ્રે વસતે લક્ષ્મી…
સવારમાં આંખ ખોલ્યા પછી હાથ જોઈને આ મંત્રનો જાપ કરવો:
“કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કરદર્શનમ્”
આ મંત્રથી માતા લક્ષ્મી, સરસ્વતી અને બ્રહ્માજીનો આશીર્વાદ મળે છે.
ૐ નમો ભગવતે વાસુદેવાય
ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંત્ર આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક વિકાસ માટે ઉત્તમ છે. ખાસ કરીને ગુરુવારના દિવસે આ મંત્રનો જાપ વિશેષ લાભદાયક છે.
ગાયત્રી મંત્ર
“ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्”
આ મંત્રનો 108 વખત જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. રુદ્રાક્ષ અથવા તુલસીની માળા વડે જાપ કરવો. આ મંત્ર મનને શાંતિ આપે છે અને નેગેટિવ એનર્જી દૂર કરે છે.
ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।
માતા લક્ષ્મીને સમર્પિત આ મંત્ર ધન અને સમૃદ્ધિ માટે છે:
“ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा”
આ મંત્રથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
આ સમાચાર પણ વાંચો : Govardhan Parvat: જેને કૃષ્ણ ભગવાને તેમની એક આંગળી એ ઉપાડ્યો હતો ગોવર્ધન પર્વત તે માત્ર એક શ્રાપના કારણે દરરોજ તલ જેટલો ઘટે છે, વાંચો પૌરાણિક કથા
ॐ
સૌથી સરળ અને શક્તિશાળી મંત્ર. દરરોજ સવારે એક લયમાં “ॐ”નો જાપ કરવાથી મન સ્થિર થાય છે અને આરોગ્યમાં સુધારો થાય છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

