ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
હાલમાં સંપૂર્ણ દેશમાં ગણેશોત્સવ મનાવાઈ રહ્યો છે. લોકો પોતાની પસંદ અને બજેટ પ્રમાણે ગણપતિની મૂર્તિ ખરીદે છે. જેટલી મોટી મૂર્તિ એટલા ભાવ વધુ હોય, ત્યારે કદમાં સાવ નાની પણ એક હજાર કરોડ રૂપિયાની કિંમત ધરાવતી ગણપતિની મૂર્તિ હોય એ આશ્ચર્યની વાત છે. આ મૂર્તિ માટી કે પીઓપીની નથી પણ હીરાની છે. જે કોહિનૂરને પણ ટક્કર મારી શકે છે.
સુરત શહેરના હીરાના વેપારી કનુભાઈ આસોદારિયા પાસે દુનિયાના સૌથી મોંઘા ગણપતિ છે. આજથી ૨૦ વર્ષ પહેલાં બેલ્જિયમમાંથી કાચા હીરા ખરીદતી વખતે કનુભાઈને આ હીરો મળ્યો હતો. જેનો આકાર ગણપતિ જેવો છે. આ હીરાને તેમણે ગણપતિ માની લીધા અને હીરો પોતાના ઘરે જ રાખી મૂક્યો. આજે આ કાચા હીરાની કિંમત એક કરોડ જેટલી આંકવામાં આવે છે.
મમતા બેનર્જી સામે ચૂંટણીમાં ઝંપલાવી શકે છે આ મહિલા; જાણો તેમનો પોલિટિકલ પ્રોફાઇલ
કનુભાઈનું કહેવું છે કે જે દિવસે આ હીરો તેમણે ખરીદ્યો હતો ત્યારે તેમને અંદાજો ન હતો. ઘરે પહોંચ્યા બાદ તેમના પિતાને એમાં ગણેશનો આકાર દેખાયો. પછી ઘરના લોકોએ તેને ઘરમાં જ રાખવાનો નિર્ણય લીધો. આ ગણેશજી જ્યારથી ઘરમાં પધાર્યા છે ત્યારથી પરિવારની તકલીફો દૂર થઈ ગઈ છે તેવી તેમની આસ્થા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હીરો બનતાં વર્ષો લાગે છે. એવામાં આ હીરો કીમતી નહીં, પણ સદીઓ જૂનો છે. કોહિનૂર હીરો ૧૦૪ કેરેટનો છે, જ્યારે આ હીરો ૧૮૪ કેરેટનો છે. એથી તેની કિંમત એક હજાર કરોડ છે. વર્ષ ૨૦૧૯-૨૦માં આંતરરાષ્ટ્રીય બજારમાં આ હીરાની કિંમત ૫૦૦ કરોડથી ૬૦૦ કરોડ જેટલી અંકાઈ હતી.
જોકે કનુભાઈનું માનવું છે કે જેને ઈશ્વર માની લીધા હોય એની કિંમત કરવાવાળા આપણે કોણ?