ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય ૯ શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા- કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શીલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુકલા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ સાથે કુલ ૫૦૦ દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ૫૦૦ શિલાઓ તથા ૧૦૮ કળશનું પૂજન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામમાં એક હજાર કરોડના ખર્ચે ઉમિયા મંદિરનું નિર્માણ કરવામાં આવશેઅમદાવાદના જાસપુર ખાતે ૧૧,૧૨,૧૩ ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે. જેમાં ૧૧ ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે ૧૩ તારીખે વડાપ્રધાન મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી જાેડાશે અને વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે. ઊંઝા ઉમિયાધામના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે, ૧૫૦૦ કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ સંસ્થા અમદાવાદનું હૃદય છે. ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજના ૧૨૦૦ કરતા પણ વધુ દીકરા દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડીગ્રી સુઘીની વ્યવસ્થા કરાશે. સૌને સાથે રાખીને કડવા પાટીદારો આગળ ચાલી રહ્યાં છે.પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા મુદ્દે બાબુ જમનાએ જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અહીં માત્ર ઊમિયાધામની જ વાત કરાશે. માતાજીની સંસ્થામાં કોઈ રાજનીતિ નથી, તમામ રાજકીય પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઊંઝા ઉમિયાધામના માનદ મંત્રી દિલીપ પટેલે કહ્યું હતું કે, ઊમિયાધામ સંસ્થા સર્વે સમાજને સાથે રાખીને કામ કરતી સંસ્થા છે. અંબાજી, બહુચરાજી સહિત અમારી સંસ્થાઓ લોકોને મદદરૂપ થાય છે. અમદાવાદમાં ૭૪ હજાર વાર સાથે ભવ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ભોજનાલય પણ બનાવવામાં આવશે. રહેવાની હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. નાગરશૈલીની પ્રાચિન થીમ પર ભવ્ય મંદિર બનશે. ૨૫૫ ફૂટ,૧૬૦ ફૂટ અને ૧૩૨ ફૂટ શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાય લોખંડ નહીં વપરાય. ૫૧ હજાર કરોડના મંત્રો સાથે પોથીયાત્રા નીકળશે. ઊંઝા ઊમિયાધામના કન્વીનર રમેશ દૂધવાળાએ જણાવ્યું હતું કે, હાલ ૩૦૦ કરોડનો ખર્ચ કરીને સૌથી પહેલા હોસ્ટેલ,ભોજનાલય,શિક્ષણ અને આરોગ્ય સંકુલ બનાવવામાં આવશે. આ માટે દેશ વિદેશમાંથી અનેક દાતાઓનો સહકાર મળ્યો છે. અત્યાર સુધીમાં ૬૦ કરોડનું દાન ઊંજા ઉમિયાધામ ને મળેલ છે.જ્યારે ૬૫ કરોડ રૂપિયા સંસ્થાન પાસે છે. આ કાર્યક્રમ માટે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સવારે ૮ઃ૩૦થી સાંજે ૫.૩૦ કલાક સુધી આ મહાયજ્ઞ ચાલશે. ત્યાર બાદ મહાઆરતી કરાશે. એટલું નહીં જ નહિ પરંતુ ૧૦ હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. સાથે સાથે ૧૦૮ કળશ કે જે ગુજરાત સહિત દેશ-વિદેશમાં યજમાનો લઈને ફર્યા હતા, જે તમામ કળશો મંદિરના ગર્ભગૃહમાં સ્થાપીને પૂજન કરવામાં આવશે તથા ત્નઝ્રમ્ સહિત અન્ય ઓજારો ઉપકરણોની પૂજા કરીને મંદિર બનાવવાની પ્રત્યક્ષ રીતે શરૂઆત કરવામાં આવશે. ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. ૧૦૦ વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જાેડવામાં આવ્યા છે. જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,દ્ગઇૈં ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય. જાસપુરમાં ૧૦૦ વીઘા જમીનમાં બનવા જઈ રહેલા ૪૩૧ ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી ૧૦ ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું ૧૪ કિલોનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી ૫૨ ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે ૨૭૦ ફૂટ ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે.
આજે તારીખ ૯.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
