Vastu Tips : જો તમે પણ ઘરના સ્ટોર રૂમ માં આ વસ્તુ ને સંઘરી ને રાખતા હોવ તો આજે જ કરો તેને દૂર- નહીં તો હંમેશા રહેશે આર્થિક તંગી

Vastu Tips : લાંબા સમય સુધી ઉપયોગ થતો નથી એવી વસ્તુઓમાં રાહુ-કેતુ અને શનિ પોતાનો વાસ બનાવે છે.. એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી આ વસ્તુઓથી મતભેદ વધે છે અને આ કારણે લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.

by Dr. Mayur Parikh
things bring money problems closed clock creates vastu dosh in the house

News Continuous Bureau | Mumbai

Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો આપણા જીવન પર સકારાત્મક અને નકારાત્મક (positive and negative)પ્રભાવ પડે છે. ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પર આપણે ધ્યાન નથી આપતા અને આ વસ્તુઓનો ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે. જેનો લાંબા સમય સુધી ઉપયોગ થતો નથી એવી વસ્તુઓમાં રાહુ-કેતુ અને શનિ પોતાનો વાસ બનાવે છે.. એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી આ વસ્તુઓથી મતભેદ વધે છે અને આ કારણે લોકોને આર્થિક સંકટનો( financial crisis ) સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં કઈ વસ્તુઓ ના સંગ્રહ થી બચવું જોઈએ.

1. કાટ લાગેલી વસ્તુઓ – ઘરમાં પડેલા લોખંડના જૂના ઓજારોનો ઉપયોગ ન કરવામાં આવે તો તેને કાટ લાગવા લાગે છે. વાસ્તુ અનુસાર (vastu)આવા કાટવાળા સાધનોને ઘરમાં રાખવાથી તકલીફો અને સમસ્યાઓ વધે છે. વાસ્તુ અનુસાર કાટ લાગવાથી સાધનો વધુ ખતરનાક બની જાય છે.

2. બંધ ઘડિયાળ- જો દીવાલ પર લટકેલી ઘડિયાળ(closed clock) ખરાબ થઈ જાય છે, તો લોકો ઘણીવાર તેને ઉતારીને ઘરના કોઈ ખૂણામાં રાખી દે છે. વાસ્તુ અનુસાર ઘરમાં રાખવામાં આવેલી કોઈપણ બંધ ઘડિયાળ વ્યક્તિ માટે ખરાબ સમય લાવે છે. જો તમે આવી ઘડિયાળો ચેરિટીમાં દાનમાં આપો તો સારું રહેશે. અથવા તેને ભંગાર માં આપી દો.

3. પિત્તળના વાસણોઃ- ઘણીવાર લોકો સ્ટોર રૂમ અથવા રસોડામાં બંધ જગ્યાએ પિત્તળના જૂના વાસણો રાખે છે. આ વાસણોને અંધારામાં રાખવાથી શનિ તેમાં પ્રવેશ કરે છે અને જીવનમાં સમસ્યાઓ(life problem) આવવા લાગે છે. શનિની અશુભ નજરને કારણે વ્યક્તિ પાઇ-પાઇનો મોહતાજ બની જાય છે.

આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી પર કેમ લગાવવામાં આવે છે ગણપતિ બાપ્પા મોર્યા ના નારા- જાણો આ પાછળ ની રસપ્રદ વાર્તા

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment