ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
શક્તિ ઉપાસનાનો ઉત્સવ નવરાત્રિ ૭ ઑક્ટોબરથી શરૂ થશે. રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં
આ વર્ષે છૂટ મળી છે. એથી દેવી મંદિરોમાં જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગરબાપ્રેમીઓનો ઉત્સાહ વધી ગયો છે. ગાઇડલાઇન્સ મુજબ શેરી અને સોસાયટીઓમાં ગરબાની રમઝટ રહેશે, પણ કમર્શિયલ આયોજકોને પરવાનગી મળી નથી. એથી ખેલૈયાઓ નિરાશ થયા છે. તેમના માટે વધુ એક નિરાશાજનક સમાચાર એ છે કે આ વર્ષે આઠ દિવસની જ નવરાત્રિ રહેશે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, મુંબઈ સહિત આ અન્ય જિલ્લાઓ માટે IMDએ જાહેર કર્યું એલર્ટ
આ વર્ષે બે તિથિનો સંયોગ થવાથી ચોથનો ક્ષય થશે. ત્રીજું અને ચોથું નોરતું એક જ દિવસે ૯મી ઑક્ટોબરે રહેશે. શનિવારે ૯ ઑક્ટોબરે સવારે ૭.૪૮ વાગ્યા સુધી ત્રીજ છે, પછી ચોથ બેસી જશે.
૭મી ઑક્ટોબરે ચિત્રા નક્ષત્રમાં નવરાત્રિનો પ્રારંભ થશે. ઘટસ્થાપનનું મુહૂર્ત સવારે ૬.૩0થી ૮.00 વાગ્યા સુધીનું છે.