ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,14 એપ્રિલ 2021.
બુધવાર.
સમગ્ર દેશમાં જ્યાં કોરોનાની ચર્ચા ચારે બાજુ ચાલે છે, ત્યાં જ કોરોનાના ભયને કોરાણે મૂકીને હજારો લોકો હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળામાં શાહી સ્નાન કરવા પહોંચી ગયા છે.
આજે બૈસાખીના તહેવાર નિમિત્તે હરિદ્વારના કુંભમાં ત્રીજા શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે. માટે જ ગંગામાં ડૂબકી લગાડવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર માં જમા થયા છે. આજે સવારથી જ ત્યાં ગંગા કિનારે શાહી સ્નાન ચાલુ છે. સામાન્ય જનતા પછી તમામ મોટા અખાડા ના સંતો શાહી સ્નાન કરશે. કુંભ મેળામાં ફરજ બજાવતાં એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બૈસાખીના સ્નાનને ચાર શાહી સ્નાનો માં સૌથી મોટું શાહી સ્નાન માનવામાં આવે છે. આ વખતે લગભગ ૬ લાખ લોકો આ શાહી સ્નાનમાં ભાગ લેવા આવ્યા છે. જો કે વર્ષ 2010માં અહીંયા દોઢ કરોડ લોકો બૈસાખીના શાહી સ્નાન માં ભાગ લેવા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,ઉત્તરાખંડના હરિદ્વાર શહેરમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જ જાય છે. મંગળવારે કોરોનાના 594 નવા કેસ નોંધાયા હતા.
