આજનો દિવસ
૪ ઓક્ટોબર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ભાદરવો વદ તેરસ
"દિન મહીમા" –
શિવરાત્રી, સોમ પ્રદોષ, પ્રદોષવ્રત, કલીયુગાદી, વિશ્વ પ્રાણી સુરક્ષા દિવસ, તેરસનું શ્રાધ્ધ, ગુણાતીતાનંદજી / પ્રાગજી ભગત સ્મૃતિ પર્વ, વિષ્ટી ૨૧.૦૬ શરૂ
"સુર્યોદય" – ૬.૩૦ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૨૩ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૫૯ થી ૯.૨૯
"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.
"નક્ષત્ર" – પૂર્વાફાલ્ગુની
"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૧ – ૭.૫૯
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૮
ચલઃ ૧૩.૫૬ – ૧૫.૨૫
લાભઃ ૧૫.૨૫ – ૧૬.૫૪
અમૃતઃ ૧૬.૫૪ – ૧૮.૨૩
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૨૩ – ૧૯.૫૪
લાભઃ ૨૨.૫૬ – ૨૪.૨૭
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૨૯
અમૃતઃ ૨૭.૨૯ – ૨૯.૦૦
ચલઃ ૨૯.૦૦ – ૩૦.૩૧
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.
"કર્કઃ"(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.
"સિંહઃ"(મ.ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે , પરિવાર સાથે આનંદ માણી શકો.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
"મકરઃ"(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.