આજે તારીખ ૪.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૪ નવેમ્બર ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અમાસ

"દિન મહીમા" –
દિવાળી, દિપાવલી, શ્રી લક્ષ્મી પૂજન, શ્રી શારદા પૂજન, શ્રી કુબેર પૂજન, શ્રી ચોપડા પૂજન, મહાવીર સ્વામી નિર્વાણ દિન, અન્વાધાન

"સુર્યોદય" – ૬.૪૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૪૭ થી ૧૫.૧૨

"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતિ (૭.૪૧)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૪૧ – ૮.૦૬
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૨૨
લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
શુભઃ ૧૬.૩૭ – ૧૮.૦૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૨ – ૧૯.૩૭
ચલઃ ૧૯.૩૭ – ૨૧.૧૨
લાભઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૩૨ – ૨૯.૦૭
અમૃતઃ ૨૯.૦૭ – ૩૦.૪૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More