News Continuous Bureau | Mumbai
અંક જ્યોતિષની ગણતરીમાં, વ્યક્તિનો મૂળાંક એ વ્યક્તિની તારીખનો સરવાળો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23મી એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે, 5 એ વ્યક્તિનો મૂલાંક કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે અંક એટલે કે 11 હોય, તો તેનો મૂળાંક 1+1=2 હશે. જ્યારે જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય, તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો નસીબ નંબર 6 છે. આ અંકશાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવી શકશો. રોજની જેમ અંકશાસ્ત્ર તમને જણાવશે કે તમારા મૂલાંકના આધારે તમારા તારાઓ તમારા માટે અનુકૂળ છે કે નહીં. આજે તમને કેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે અથવા તમને કેવા પ્રકારની તકો મળી શકે છે. દૈનિક અંકશાસ્ત્ર ની આગાહીઓ વાંચીને, તમે બંને પરિસ્થિતિ માટે તૈયાર થઈ શકો છો. તો ચાલો અંક શાસ્ત્ર દ્વારા જાણીએ કે તમારો મૂલાંક, શુભ અંક અને લકી કલર કયો છે.
અંક 1
આજે તમને ભાગ્યનો સાથ મળશે, જેના કારણે દિવસ તમારા માટે શુભ અને ફળદાયી રહેશે. પૈસા આવવાની પ્રબળ સંભાવના છે. તમારા શોખ પૂરા થશે, વિદ્યાર્થીઓનું પરિણામ સાનુકૂળ રહેશે. તમે કામ માટે બહાર જઈ શકો છો. માનસિક રીતે તમે ભય અને તણાવથી મુક્ત રહેશો.
લકી નંબર – 23
લકી કલર – સફેદ
અંક 2
આજે તમારો દિવસ શુભ રહેશે.અટકાયેલા નાણા મળવાની સંભાવના છે. વિદ્યાર્થી માટે આજનો દિવસ સારો છે. ટૂંકી મુસાફરી થઇ શકે છે. માનસિક રીતે તમે તણાવથી મુક્ત રહેશો.
લકી નમ્બર-3
લકી કલર – લીલો
અંક 3
દિવસ તમારા માટે શુભ સાબિત થશે. કાર્યસ્થળ પર તમને સારા પરિણામ મળશે. પરંતુ તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો, તેથી સાવચેત રહો. તમારે તમારા દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. વિદેશ જવાની તક મળી શકે છે.
લકી નંબર – 20
લકી કલર – નારંગી
અંક 4
આજે તમારો ખર્ચ વધી શકે છે. કોર્ટ-કચેરી ના ચક્કર લગાવવા પડી શકે છે. આવી સ્થિતિમાં આજે જ તમારા ભવિષ્યના નિર્ણયો સમજી વિચારીને લો. આજે પૈસા વધુ ખર્ચ થશે. સંબંધીઓ પાસેથી ખોટી સલાહ મળી શકે છે. સાવચેત રહો. દરેક વિષયનું જાતે મૂલ્યાંકન કરો.
લકી નંબર – 26
લકી કલર – પીળો
અંક 5
બીજાની સલાહ પર રોકાણ કરવાનું ટાળો. આજે ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે, થોડી સાવચેતી રાખો. જો કોઈ સરકારી કામ અટવાયું હોય તો આજે તે ગતિ પકડી લેશે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
લકી નંબર – 22
લકી કલર – સફેદ
અંક 6
બોલતી વખતે થોડો વિચાર કરો. તમારા કાર્યમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી પ્રગતિનો માર્ગ ખુલશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. આજે તમને સાનુકૂળ પરિણામ મળવાની સંભાવના છે.
લકી નંબર- 11
લકી કલર – ગુલાબી
અંક 7
આજે તમારા ઘરમાં કોઈ મહેમાન આવી શકે છે. આજે તમને તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. આજે વાહન વગેરેનો ઉપયોગ ટાળો, અકસ્માત થવાની સંભાવના છે. પ્રેમ સંબંધ માટે દિવસ સારો છે. વેપારમાં સહકારથી પ્રગતિ થશે.
લકી નંબર – 18
લકી કલર – ફિરોજા
અંક 8
આજે ભાગ્ય તમારો સાથ આપશે. આજે તમે કોઈ જમીન કે મકાનનો સોદો કરી શકો છો. એનર્જી લેવલ ઉંચુ રહેશે. પ્રવાસ પર જઈ શકો છો. જીવન સાથી તરફથી સહયોગ અને લાભ મળવાની પણ સંભાવના છે. તમે શેરબજારમાં રોકાણ કરી શકો છો.
લકી નંબર – 10
લકી કલર – જાંબલી
અંક 9
આજનો દિવસ તમારા માટે ખૂબ જ વ્યસ્ત રહેશે. વેપારમાં નવો સોદો થવાની સંભાવના છે. પતિ-પત્ની વચ્ચે તકરાર થવાની પણ સંભાવના છે. દિવસ વ્યસ્તતાથી ભરેલો રહેશે, આરામ કરવાનો સમય નહીં મળે. વડીલોના આશીર્વાદથી નવા કાર્યની શરૂઆત કરો. તમને ચોક્કસ સફળતા મળશે.
લકી નંબર – 5
લકી કલર- લાલ