News Continuous Bureau | Mumbai
આજની 30મી સોમવારનું (Monday) ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. આજે શનિ જયંતિ (Shani Jayanti), વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat) અને સોમવતી અમાસ (Somvati Amas) છે. આ દિવસે તમે વ્રત કરીને શનિદેવની કૃપા, અખંડ સૌભાગ્યના આશીર્વાદ અને લાભદાયી ફળ મેળવી શકો છો. આ દિવસ સુખ, સૌભાગ્યની સાથે સાથે શનિની સાડાસાતી અને ગ્રહોના દોષથી મુક્તિ આપનારો છે.
શાસ્ત્રો અનુસાર આ જ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હતો. આ જ કારણસર આ દિવસે જન્મજયંતિ તરીકે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. એવી માન્યતા છે કે શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. કર્મનું ફળ આપનાર શનિદેવની કૃપા મેળવવા માટે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાંથી શનિ દોષ, ધૈયા, સાદે સતીથી મુક્તિ મળે છે. તેની સાથે જ શનિદેવની કૃપાથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
અમાસના દિવસે કરવામાં આવેલ તીર્થ સ્નાન, દાન અથવા પવિત્ર નદીના જળથી સ્નાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. તેમની કૃપા મેળવવાનો એક સહજ ઉપાય એવો પણ છે કે વૃદ્ધ, રોગી, દિવ્યાંગ અને અસહાય લોકોની મદદ કરો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.
આ સમાચાર પણ વાંચો : આજે તારીખ – ૩૦:૦૫:૨૦૨૨ :રાશિ પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, જાણો આપનું આજનું રાશિફળ
આ વખતે આ જ દિવસે વટ સાવિત્રી પણ છે. વટ સાવિત્રી અમાસ પરિણીતાઓ માટે ખાસ દિવસ હોય છે. આ દિવસે સાવિત્રીએ પૂજા કરીને યમદેવને પ્રસન્ન કર્યા અને પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી. પતિની લાંબી ઉંમર અને પરિવારની સમૃદ્ધિ માટે અમાસના દિવસે મહિલાઓ વડના ઝાડ ઉપર જળ ચઢાવીને તેના થડમાં કાચો દોરો બાંધે છે. પછી વટ વૃક્ષની પૂજા કરે છે. તે પછી સૌભાગ્ય અને સમૃદ્ધિની કામના સાથે ઝાડની પરિક્રમા કરે છે.
સોમવતી અમાસ દિવસે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અથવા સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને ઘરમાં સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પિત કરી અને પછી પિતૃઓ માટે તર્પણ કરો. ત્યારબાદ બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, પાણી, ફળ, શાકભાજી વગેરેનું દાન કરો. સોમવતી અમાવસ્યા પર સ્નાન દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પિતૃઓ પણ પ્રસન્ન રહે છે.
પૂજા વિધિ
આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચઢાવો. પછી પિતૃઓને તૃપ્ત કરો. તે પછી દાન કરો. બાદમાં સોમવતી અમાસ પર શિવજી અને માતા પાર્વતીની પૂજા કરો. પછી શનિદેવની વિધિપૂર્વક પૂજા કરો. સુહાગન મહિલાઓએ શુભ મુહૂર્તમાં વડ, સાવિત્રી અને સત્યવાનની પૂજા કરવી જોઈએ અને વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવી જોઈએ