Today’s Horoscope : આજે 21 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 21st october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨૧ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – આસો સુદ સાતમ

“દિન મહીમા”

દુર્ગા સપ્તમી, સરસ્વતિ પૂજન, વિષ્ટી ૨૧:૫૪ થી, સ્થિરયોગ ૨૧:૫૪થી, નોરતું-૭

“સુર્યોદય” – ૬.૩૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૯ થી ૧૦.૫૬

“ચંદ્ર” – ધનુ, મકર (૨૫.૩૭)
આજે જન્મેલા બાળકની રાશી ૨૨ ઓક્ટોબર, રાત્રે ૧.૩૭ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૯.૫૨)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૫.૩૭)
૨૨ ઓક્ટોબર, રાત્રે ૧.૩૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૨ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૩ – ૧૩.૫૦
લાભઃ ૧૩.૫૦ – ૧૫.૧૭
અમૃતઃ ૧૫.૧૭ – ૧૬.૪૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૧ – ૧૯.૪૪
શુભઃ ૨૧.૧૭ – ૨૨.૫૦
અમૃતઃ ૨૨.૫૦ – ૨૪.૨૩
ચલઃ ૨૪.૨૩ – ૨૫.૫૬
લાભઃ ૨૯.૦૩ – ૩૦.૩૬

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસ-પુતિન પર બાયડનના પ્રહાર, કહ્યું ‘બંને લોકતંત્રના દુશ્મન, US માટે યુક્રેન-ઈઝરાયલ સૌથી મહત્વના’..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો