Today’s Horoscope : આજે 30 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૩૦ જુન ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – અષાઢ સુદ બારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”

ક્રિષ્ના દ્વાદશી, વામન દ્વાદશી પૂજન, વિછુંડો બેસે ૧૦:૨૦, રાજયોગ ૧૬:૧૦ થી ૨૫:૧૮, વિષ્ણુ શયનોત્સવ, વૈધૃતિ મહાપાત ૨૧:૨૦ થી ૨૭:પર, મંગળ સિંહમાં ૨૬:૧૫, નેપચ્યુન વક્રી

“સુર્યોદય” – ૬ઃ૦૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૩ થી ૧૨.૪૨

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૦.૧૮)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૧૮ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૧૬.૦૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૦.૧૮)
સવારે ૧૦.૧૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૫ – ૭.૪૫
લાભઃ ૭.૪૫ – ૯.૨૪
અમૃતઃ ૯.૨૪ – ૧૧.૦૩
શુભઃ ૧૨.૪૨ – ૧૪.૨૧
ચલઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૧ – ૨૩.૨૧
શુભઃ ૨૪.૪૨ – ૨૬.૦૩
અમૃતઃ ૨૬.૦૩ – ૨૭.૨૪
ચલઃ ૨૭.૨૪ – ૨૮.૪૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

આ સમાચાર પણ વાંચો: Complain Against Mehbooba Mufti: મસ્જિદમાંથી જય શ્રી રામના નારા લગાવવાનો દાવો, ‘ફેક ટ્વિટ’માં ફસાયેલી મહેબૂબા મુફ્તી, ફરિયાદ દાખલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More