News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૨ જુલાઈ ૨૦૨૪, મંગળવાર
“તિથિ” – જેઠ વદ અગિયારસ
“દિન મહીમા”
યોગીની એકાદશી-સાકર, શ્રીજમુનેશ મહાપ્રભુજી પ્રાગ્ટય, વ્યતિપાત મહાપાત ૧૩:૦૬થી ૧૯:૧૩, નેપચ્યુન વક્રી
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૦૬ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭.૧૯ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૬.૦૧ – ૧૭.૪૦
“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૧.૧૩)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૧૩ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.
“નક્ષત્ર” – કૃતિકા
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૧.૧૩)
સવારે ૧૧.૧૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૪ – ૧૧.૦૪
લાભઃ ૧૧.૦૪ – ૧૨.૪૩
અમૃતઃ ૧૨.૪૩ – ૧૪.૨૨
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
શુભઃ ૨૩.૨૨ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૦૪
ચલઃ ૨૬.૦૪ – ૨૭.૨૫
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.
“કર્કઃ”(ડ,હ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.
“સિંહઃ”(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
“તુલાઃ”(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .
“વૃશ્ચિકઃ”(ન,ય)-
તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.
“મકરઃ”(ખ,જ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)