Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

today's horoscope today 02 November 2024 know today's horoscope prediction and almanac

today's horoscope today 02 November 2024 know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

આજનો દિવસ

૨ નવેમ્બર ૨૦૨૪, શનિવાર

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક સુદ એકમ

 

“દિન મહીમા”

નૂતન વર્ષાભિનંદન, વિક્રમ સંવત ૨૦૮૧, અનલ સંવત્સર, જૈન વિર સં.ર૫૫૧, ગોર્વધન પૂજા, અન્નકૂટ, બલીપૂજા, ગૌક્રિડા, ઇષ્ટી, વિછુંડો બેસે ર૩.ર૪, જૈન ગૌતમસ્વામી કેવળ જ્ઞાન 

 

“સુર્યોદય” – ૬.૪૦ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૩૧ થી ૧૦.૫૭

 

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૨૩.૨૨) 

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૨૨ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – વિશાખા

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૩.૨૨)

રાત્રે ૧૧.૨૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૮.૦૬ – ૯.૩૧

ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૩

અમૃતઃ ૧૫.૧૩ – ૧૬.૩૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૦૩ – ૧૯.૩૮

શુભઃ ૨૧.૧૩ – ૨૨.૪૭

અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૨

ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૭

લાભઃ ૨૯.૦૬ – ૩૦.૪૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

 

“સિંહઃ”(મ,ટ)-

વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.

 

“તુલાઃ”(ર,ત)-

નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Guru Brihaspati Nakshatra Gochar 2026 દેવગુરુ બૃહસ્પતિ કરશે નક્ષત્ર પરિવર્તન, ૮ ઓક્ટોબરથી ૩ રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય
Exit mobile version