Today’s Horoscope : આજે ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 07 February 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : આજનો દિવસ

૭ ફેબ્રુઆરી ૨૦૨૪, બુધવાર

“તિથિ” – પોષ વદ બારસ

“દિન મહીમા”
તિલ દ્વાદશી, જૈન શિતલનાથ જન્મ અને દિક્ષા કલ્યાણક, રાજયોગ ૧૪:૦૨ સુધી, પ્રદોષ, પ્રદોષ વ્રત

“સુર્યોદય” – ૭.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૫૩ થી ૧૪.૧૮

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૨ – ૮.૩૭
અમૃતઃ ૮.૩૭ – ૧૦.૦૨
શુભઃ ૧૧.૨૮ – ૧૨.૫૩
ચલઃ ૧૫.૪૩ – ૧૭.૦૮
લાભઃ ૧૭.૦૮ – ૧૮.૩૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૮ – ૨૧.૪૩
અમૃતઃ ૨૧.૪૩ – ૨૩.૧૮
ચલઃ ૨૩.૧૮ – ૨૪.૫૨
લાભઃ ૨૮.૦૨ – ૨૯.૩૭

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More