News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૯ નવેમ્બર ૨૦૨૪, શનિવાર
“તિથિ” – કારતક સુદ આઠમ
“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, ડાકોર દર્શન, પંચક બેસે ૨૩:૨૮, અન્નપૂર્ણાષ્ટમી, દગ્ધયોગ રર.૪૬થી, લીલશામેળો-આદીપૂર, કાનજગાઇ નાથદ્વારા, વિષ્ટી ૧૧:૨૬ સુધી, વ્યતિપાત ૧૯:૧૯થી ૨૩:૪૯
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૪૩ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૩૩ થી ૧૦.૫૮
“ચંદ્ર” – મકર, કુંભ (૨૩.૨૬)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૨૬ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.
“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૧.૪૬)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૩.૨૬)
રાત્રે ૧૧.૨૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૯ – ૯.૩૩
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૬
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૦ – ૧૯.૩૬
શુભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૮
લાભઃ ૨૯.૦૯ – ૩૦.૪૪
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.
“સિંહઃ”(મ,ટ)-
નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.
“મકરઃ”(ખ,જ)-
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.