Today’s Horoscope : આજે ૧ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope: આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 1 August 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૧ ઓગસ્ટ ૨૦૨૪, ગુરુવાર

“તિથિ” – અષાઢ વદ બારસ

“દિન મહીમા”
ત્રીપુરા મહાબારસ, લોકમાન્ય તિલક પૂ.તિથી, વનમહોત્સવ દિન પ્રદોષ વ્રત, સ્થિરયોગ ૧૫:૩૦થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૧૯.૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૨૨ થી ૧૫.૫૯

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૦.૨૨)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૭ – ૭.૫૪
ચલઃ ૧૧.૦૮ – ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
શુભઃ ૧૭.૩૬ – ૧૯.૧૩

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૩ – ૨૦.૩૬
ચલઃ ૨૦.૩૬ – ૨૧.૫૯
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૩૧ – ૨૮.૫૪
અમૃતઃ ૨૮.૫૪ – ૩૦.૧૭

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

“સિંહઃ”(મ,ટ)-
આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More