News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૧ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – માગશર વદ સાતમ
“દિન મહીમા”
કાલાષ્ટમી,શારદામણી દેવી જયંતિ ઓશો જયંતિ, માઉન્ટેન ડે, સ્થિરયોગ અને વ્રજમૂશળયોગ ૨૭ઃ૫૬ થી
“સુર્યોદય” – ૦૭.૦૨(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૦૦(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૩.૫૪ થી ૧૫.૧૬
“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.
“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૩ – ૮.૨૫
ચલઃ ૧૧.૧૦ – ૧૨.૩૨
લાભઃ ૧૨.૩૨ – ૧૩.૫૪
શુભઃ ૧૬.૩૯ – ૧૮.૦૧
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૧ – ૧૯.૩૯
ચલઃ ૧૯.૩૯ – ૨૧.૧૬
લાભઃ ૨૪.૩૨ – ૨૬.૧૦
શુભઃ ૨૭.૪૮ – ૨૯.૨૬
અમૃતઃ ૨૯.૨૬ – ૩૧.૦૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે , આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે , પ્રગતિકારક દિવસ .
“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે .
“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે
