News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૧ મે ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – વૈશાખ વદ નોમ
“દિન મહીમા”
પંચક, રાજા રામમોહનરાય જયંતિ, રાષ્ટ્રીય ટેકનોલોજી દિન, સૂર્ય કૃતિકામાં ૧૯ઃ૩૨, વિષ્ટી ૨૭ઃ૧૬ થી, કુમારયોગ ૨૫ઃ૨૯ થી, મંગળ મેષમાં ૧૨ઃ૩૯
“સુર્યોદય” – ૦૬.૦૬(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૦૩(મુંબઈ)
“રાહુ કાળ” – ૦૭.૪૪ થી ૦૯.૨૧
“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
“નક્ષત્ર” – શતભિષ
“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૦૬.૦૭ – ૦૭.૪૪
શુભઃ ૦૯.૨૧ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૯
લાભઃ ૧૫.૪૯ – ૧૭.૨૬
અમૃતઃ ૧૭.૨૬ – ૧૯.૦૩
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૩ – ૨૦.૨૬
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૨૧
અમૃતઃ ૨૭.૨૧ – ૨૮.૪૩
ચલઃ ૨૮.૪૩ – ૩૦.૦૬
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
“સિંહઃ”(મ,ટ)-
અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.
“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.