Today’s Horoscope : આજે ૧૨ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 12 june 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૧૨ જૂન ૨૦૨૪, બુધવાર

“તિથિ” – જેઠ સુદ છઠ્ઠ

“દિન મહીમા”
સ્કંદ/ જામાત્રી/ અરણ્ય/ આરોગ્ય ષષ્ઠી, બાળ મજૂરી વિરોધી દિન, રવિયોગ ૨૬:૧૨ સુધી વિંધ્યવાસીની પૂજા, વિરસાવકર જયંતિ, કુમારયોગ ૧૯:૧૭ સુધી, શુક્ર મિથુનમાં ૧૮:૩૦, રાજયોગ ૨૬:૧૨થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૮ થી ૧૪.૧૮

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૨ – ૭.૪૧
અમૃતઃ ૭.૪૧ – ૯.૨૦
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૮
ચલઃ ૧૫.૫૭ – ૧૭.૩૬
લાભઃ ૧૭.૩૬ – ૧૯.૧૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૬ – ૨૧.૫૭
અમૃતઃ ૨૧.૫૭ – ૨૩.૧૮
ચલઃ ૨૩.૧૮ – ૨૪.૩૯
લાભઃ ૨૭.૨૦ – ૨૮.૪૧

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like