Today’s Horoscope : આજે ૧૩ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's horoscope today 13 November 2024 know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

આજનો દિવસ
૧૩ નવેમ્બર ૨૦૨૪, બુધવાર

“તિથિ” – કારતક સુદ બારસ

“દિન મહીમા”
તુલશી વિવાહ પ્રારંભ, ચાર્તુમાસ પૂરા, પ્રબોધોત્સવ, નારાયણ દ્વાદશી, ગરૂડ દ્વાદશી, પ્રદોષ, પંચક ઉતરે ૨૭:૧૨, ગોરખનાથ જયંતિ, મન્વાદી, રવિયોગ ૨૭:૧૨થી, વિશ્વ દયા દિન, જૈન અરનાથ કે.જ્ઞાન,પારસી તીર શરૂ

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૪૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૩ થી ૧૩.૪૭

“ચંદ્ર” – મીન, મેષ (૨૭.૧૦)
આજે જન્મેલા બાળકની રાશી ૧૪ નવેમ્બર, સવારે ૩.૧૦ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૭.૧૦)
૧૪ નવેમ્બર, સવારે ૩.૧૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૪૬ – ૮.૧૦
અમૃતઃ ૮.૧૦ – ૯.૩૪
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૨૩
ચલઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
અમૃતઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
લાભઃ ૨૭.૩૫ – ૨૯.૧૧

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Join Our WhatsApp Community

You may also like