Today’s Horoscope : આજે ૧૪ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 14 june 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૧૪ જૂન ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – જેઠ સુદ આઠમ

“દિન મહીમા”
માતા ધુમાવતી જયંતિ, શુકલાદેવી વ્રત, ક્ષીર ભવાની મેળો-કાશ્મીર, વિશ્વ રકતદાન દિન, દુર્ગાષ્ટમી, સૂર્ય મિથુનમાં મિથુન સંક્રાતિ ૨૪:૨૮, દગ્ધયોગ ૨૪:૦૪ સુધી, વિષ્ટી ૧૮:૪૮ સુધી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૯ – ૧૨.૩૯

“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૧.૫૩)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૫૩ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૧.૫૩)
સવારે ૧૧.૫૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૨ – ૭.૪૧
લાભઃ ૭.૪૧ – ૯.૨૦
અમૃતઃ ૯.૨૦ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૯ – ૧૪.૧૮
ચલઃ ૧૭.૩૭ – ૧૯.૧૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૭ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૩૯ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૧
ચલઃ ૨૭.૨૧ – ૨૮.૪૧

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“કર્કઃ”(ડ,હ)-
ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More