News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – ચૈત્ર વદ તેરસ
“દિન મહીમા”
પ્રદોષ, પ્રદોષ વ્રત, જૈન અનંતનાથ જન્મ કલ્યાણક, વિષ્ટી ૨૨ઃ૩૨થી, શિવરાત્રી, પંચક, શિતલા તેરસ, શિતલા માતાજી મેળો – માંડવી(કચ્છ)
“સુર્યોદય” – ૦૬.૨૨(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૫૪(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૩૯ થી ૧૪.૧૩
“ચંદ્ર” – કુંભ,મીન(૦૯.૩૬)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૯.૩૬ સુધી કુંભ રહેશે ત્યારબાદ રાશી મીન રહેશે.
“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ(૧૫.૨૧)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૦૯.૩૬)
સવારે ૦૯.૩૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૦૬.૨૩ – ૦૭.૫૭
અમૃતઃ ૦૭.૫૭ – ૦૯.૩૧
શુભઃ ૧૧.૦૫ – ૧૨.૩૯
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૧
લાભઃ ૧૭.૨૧ – ૧૮.૫૫
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૧ – ૨૧.૪૬
અમૃતઃ ૨૧.૪૬ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૮
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૬
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ મધ્યમ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.
“કર્કઃ”(ડ,હ)-
ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
“સિંહઃ”(મ,ટ)-
લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
“તુલાઃ”(ર,ત)-
લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મનમાં નવા તાજા વિચારો અને હકારાત્મકતા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.
“મકરઃ”(ખ,જ)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.