Today’s Horoscope : આજનો દિવસ:૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા વદ ચૌદસ છે

by Zalak Parikh
todays horoscope today 16 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – મહા વદ ચૌદસ

 

“દિન મહીમા”

સોમવતી અમાસ ૧૭ઃ૫૩ થી, સિધ્ધિયોગ ૨૦.૪૮ સુધી, જૈન વાસુપૂજય સ્વામી જન્મ, આચાર્ય બુધ્ધિસાગર સૂરીશ્વર જન્મદિન

 

“સુર્યોદય” – ૦૭.૦૭(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૩૪ થી ૧૦.૦૦

 

“ચંદ્ર” – મકર

આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા(૨૦.૪૬)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૭.૦૮ – ૦૮.૩૪ 

શુભઃ ૧૦.૦૦ – ૧૧.૨૬

ચલઃ ૧૪.૧૯ – ૧૫.૪૫ 

લાભઃ ૧૫.૪૫ – ૧૭.૧૨

અમૃતઃ ૧૭.૧૨ – ૧૮.૩૮ 

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૩૮ – ૨૦.૧૧

લાભઃ ૨૩.૧૯ – ૨૪.૫૨ 

શુભઃ ૨૬.૨૬ – ૨૭.૫૯

અમૃતઃ ૨૭.૫૯ – ૨૯.૩૩ 

ચલઃ ૨૯.૩૩ – ૩૧.૦૭ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

 

“તુલાઃ”(ર,ત)-

સ્ત્રીવર્ગ પોતાની પ્રતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

 

“મકરઃ”(ખ,જ)-

સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More