Today’s Horoscope : આજે ૧૭ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 17 August 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ

૧૭ ઓગસ્ટ ૨૦૨૪, શનિવાર 

આજની તિથિ:  શ્રાવણ સુદ તેરસ, વિક્રમ સંવત: 2080

ઉત્તર ભારતીય તિથિ: શ્રાવણ સુક્લ તેરસ, વિક્રમ સંવત: 2081

દિવસના ચોઘડિયા:  ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા: રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

તહેવાર –

આજના શુભ ચોઘડિયાનો સમય:

આજે સવારે 07:54થી 09:31 સુધી શુભ, 12.43થી 14.20 સુધી ચલ, 14.20થી 15.56 સુધી લાભ, 15.56થી 17.32 સુધી અમૃત અને 19.09થી 20.32 સુધી લાભ  ચોઘડિયું છે.

આજે જન્મેલા બાળકોના નામની રાશિ: 

આજે સાંજે 17.28 સુઘી ધન(ભ, ધ, ફ, ળ) ત્યારબાદ મકર(ખ, જ) રાશિ.

શુભ ચોઘડિયાં: શુભ, અમૃત, લાભ,

અશુભ ચોઘડિયાં: ઉદ્વેગ, કાળ, રોગ

મધ્યમ ચોઘડિયું: ચલ

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કુટુંબ, મિત્રો સાથે સામાજિક કે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે,  આજનો દિવસ સામાન્ય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-   

વાણી સયમ રાખવો જરૂરી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

 વિચારોની દ્વિધા અસમંજસતાના લીધે કામમાં વિલંબ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલતવી રાખવી.

“કર્કઃ”(ડ,હ)-
 અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે.

“સિંહઃ”(મ,ટ)-
કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું,  વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
   મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે, યુવાવર્ગને અન્યનો સાથ સહકાર કે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.

“તુલાઃ”(ર,ત)-
વાદ-વિવાદ મન દુ:ખથી સંભાળવું પડે. નોકર ચાકરવર્ગની તકલીફના લીધે કામકાજમાં રૂકાવટ રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્ત્વના નિર્ણય લેવાનું મુલતવી રાખવું.

“મકરઃ”(ખ,જ)-
ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદી આવી જાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધંધામાં અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. વાણીની સંયમતા રાખીને કામ કરવું. પરદેશના કામમાં રૂકાવટ જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામનો ઉકેલ ન આવવાથી ઉચાટ ઉદ્વેગ રહે. સંતાનની ચિંતા જણાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More