Today’s Horoscope : આજે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
todays horoscope today 24 May 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ
૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – મહા વદ પાંચમ

“દિન મહીમા”
શ્રીરણછોડરાયજી પાટો.ડાકોર, વ્યતિપાત મહાપાત ૧૬:૪૬થી ૨૧:૧૧, વ્રજમૂશળયોગ અહોરાત્ર

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૦૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૩ થી ૯.૫૯

“ચંદ્ર” – કન્યા, તુલા (૧૮.૦૧)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૦૧ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૮.૦૧)
સાંજે ૬.૦૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૦૭ – ૮.૩૩
શુભઃ ૯.૫૯ – ૧૧.૨૬
ચલઃ ૧૪.૧૯ – ૧૫.૪૫
લાભઃ ૧૫.૪૫ – ૧૭.૧૨
અમૃતઃ ૧૭.૧૨ – ૧૮.૩૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૮ – ૨૦.૧૨
લાભઃ ૨૩.૧૯ – ૨૪.૫૨
શુભઃ ૨૬.૨૬ – ૨૭.૫૯
અમૃતઃ ૨૭.૫૯ – ૨૯.૩૩
ચલઃ ૨૯.૩૩ – ૩૧.૦૬

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

 

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More