News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૭ જુલાઈ ૨૦૨૪, બુધવાર
“તિથિ” – અષાઢ સુદ અગિયારસ
“દિન મહીમા”
દેવશયની-દેવપોઢી એકાદશી-દ્રાક્ષ, ચાર્તુમાસ શરૂ, રાજયોગ ૨૧:૦૩થી ૨૭:૧૩, ગૌરીવ્રત મોળકાત વ્રત આરંભ, અમૃતસિદ્ધિયોગ ૨૭:૧૩ સુધી, વિછુંડો, મુ.તાજીયા, વિષ્ટી ૦૮:૫૫થી ૨૧:૦૩,પંઢરપુરયાત્રા-મહારાષ્ટ્ર
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૧૧ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭.૧૭ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૪૫ થી ૧૪.૨૩
“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.
“નક્ષત્ર” – અનુરાધા
“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૧ – ૭.૫૦
અમૃતઃ ૭.૫૦ – ૯.૨૮
શુભઃ ૧૧.૦૬ – ૧૨.૪૫
ચલઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
લાભઃ ૧૭.૪૦ – ૧૯.૧૮
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
અમૃતઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
લાભઃ ૨૭.૨૮ – ૨૮.૫૦
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.
“કર્કઃ”(ડ,હ)-
વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.
“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)