Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ ઓગસ્ટ ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૧૮ ઓગસ્ટ ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ વદ દશમ તિથિ છે.

todays horoscope today 18 august 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 18 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૮ ઓગસ્ટ ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ વદ દશમ

 

“દિન મહીમા”

સ્વામી મંદિર પાટોત્સવ-લંડન (યુ.કે.), ઉગારામબાપા તિથી-બાંદરા (ગોંડલ), દગ્ધયોગ૧૭:૨૪થી રણછોડરાચજી પલના વિજય-ડાકોર, સોમેશ્વર પૂજન જવ, અમૃતસિધ્ધિયોગ ૨૬:૦૭ સુધી, વિષ્ટી ૦૬:૨૩થી ૧૭:૨૪

 

“સુર્યોદય” – ૬.૨૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૭.૫૭ થી ૯.૩૨

 

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૪.૩૯)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૩૯ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – મૃગશીર્ષ

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૪.૩૯)

બપોરે ૨.૩૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૨૧ – ૭.૫૭

શુભઃ ૯.૩૨ – ૧૧.૦૭

ચલઃ ૧૪.૧૭ – ૧૫.૫૨

લાભઃ ૧૫.૫૨ – ૧૭.૨૮

અમૃતઃ ૧૭.૨૮ – ૧૯.૦૩

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૯.૦૩ – ૨૦.૨૮

લાભઃ ૨૩.૧૭ – ૨.૪૨

શુભઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

ચલઃ ૨૮.૫૭ – ૩૦.૨૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

 

“કર્કઃ”(ડ,હ)-

આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vyatipat Yog Astrology Impact આ રાશિના જાતકો પર મંડરાયુ સંકટ! સૂર્ય અને ચંદ્રના વ્યતિપાત યોગથી સર્જાશે મુશ્કેલીઓ, જાણી લો રાશિભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Parivartan 2026 શનિનું મહાનક્ષત્ર પરિવર્તન આ જાતકોને ઢૈય્યા અને સાડાસાતીના કષ્ટોમાંથી મળશે મોટી રાહત
Exit mobile version