Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ છઠ્ઠ છે

by Zalak Parikh
todays horoscope today 18 August 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – શ્રાવણ સુદ છઠ્ઠ

 

“દિન મહીમા”

વર્ણ છઠ્ઠ, હળ છઠ્ઠ, રાંધણ છઠ્ઠ(દ. ગુજરાત), કલ્કી જયંતિ, મંગળાગૌરી વ્રત, નેમીનાથ દિક્ષા, કુમારયોગ અને રવિયોગ અહોરાત્ર

 

“સુર્યોદય” – ૦૬.૨૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૫૩ થી ૧૭.૨૮

 

“ચંદ્ર” – તુલા

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – સ્વાતિ

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૩૨ – ૧૧.૦૭

લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૨

અમૃતઃ ૧૨.૪૨ – ૧૪.૧૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૮ – ૨૧.૫૩

શુભઃ ૨૩.૧૮ – ૨૪.૪૨

અમૃતઃ ૨૪.૪૨ – ૨૬.૦૭

ચલઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓથી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું, ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More