Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૮ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 18 July 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 18 July 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૮ જુલાઈ ૨૦૨૪, ગુરુવાર

“તિથિ” – અષાઢ સુદ બારસ

“દિન મહીમા”
ક્રિષ્ના દ્વાદશી, વામન દ્વાદશી પૂજન, વિછુંડો ઉતરે ૨૭:૨૬, સ્થિરયોગ ૨૦:૪૫ થી ૨૭:૨૬, વિષ્ણુ શયનોત્સવ, રવિયોગ ૨૭:૨૬થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૨૩ થી ૧૬.૦૧

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૭.૨૪)
આજે જન્મેલા બાળકની રાશી ૧૯ જુલાઈ સવારે ૩.૨૪ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૭.૨૪)
૧૯ જુલાઈ સવારે ૩.૨૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૨ – ૭.૫૦
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
શુભઃ ૧૭.૩૯ – ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૮ – ૨૦.૩૯
ચલઃ ૨૦.૩૯ – ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
શુભઃ ૨૭.૨૮ – ૨૮.૫૦
અમૃતઃ ૨૮.૫૦ – ૩૦.૧૨

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Saraswati Yog નસીબ ચમકાવશે ‘સરસ્વતી યોગ’ આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિ અને સફળતાના નવા દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ratnashastra 3 Gemstones Ruby Gomed Sapphire ચમકશે કિસ્મતનો સિતારો! જીવનના તમામ કષ્ટો દૂર કરશે આ ૩ પાવરફુલ રત્નો; જાણો કોણે ક્યારે પહેરવું?
Exit mobile version