Today’s Horoscope :મેષથી મીન સુધી: દરેક રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે? ગ્રહોની ચાલ અને તેની અસર.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Todays horoscope today 19 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   19 જુલાઈ 2025, શનિવાર: દૈનિક પંચાંગ, શુભ મુહૂર્ત અને રાશિ ભવિષ્ય – સંપૂર્ણ માર્ગદર્શન

આજનું પંચાંગ – 19 જુલાઈ, 2025, શનિવારઆજે 19 જુલાઈ 2025, શનિવાર, વિક્રમ સંવત 2081 છે.

  • તિથિ: અષાઢ વદ નોમ
  • દિન મહિમા:
    • ચંદ્રનવમી
    • જૈન કંથુનાથ ચ્યવન
    • વ્યતિપાત મહાપાત: બપોરે 2:13 થી સાંજે 7:15
    • વિષ્ટિ: રાત્રે 25:30 (રાત્રે 1:30, 20 જુલાઈ) થી
    • દગ્ધયોગ: બપોરે 14:43 સુધી
    • વરસાદી નક્ષત્ર: પુષ્ય 29:23 (સવારે 5:23, 20 જુલાઈ)
    • બેંક રાષ્ટ્રીયકરણ દિન

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

સૂર્યોદય અને સૂર્યાસ્ત (મુંબઈ):

  • સૂર્યોદય: સવારે 6:11
  • સૂર્યાસ્ત: સાંજે 7:17

રાહુ કાળ:

  • સવારે 9:28 થી 11:07

ચંદ્ર, નક્ષત્ર અને ચંદ્ર વાસ:

  • ચંદ્ર: મેષ રાશિમાં રહેશે, અને રાત્રે 30:10 (સવારે 6:10, 20 જુલાઈ) પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
    • આજે જન્મેલા બાળકની રાશિ 20 જુલાઈ, સવારે 6:10 સુધી મેષ રહેશે, ત્યારબાદ વૃષભ રહેશે.
  • નક્ષત્ર: ભરણી, અને રાત્રે 24:36 (રાત્રે 12:36, 20 જુલાઈ) પછી કૃત્તિકા નક્ષત્ર રહેશે.
  • ચંદ્ર વાસ:
    • 20 જુલાઈ, સવારે 6:10 સુધી ઉત્તર-પૂર્વ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ દિશામાં કષ્ટદાયક પ્રવાસ થશે.
    • ત્યારબાદ પૂર્વ-દક્ષિણ દિશામાં પ્રવાસ સુખદાયક અને પશ્ચિમ-ઉત્તર દિશામાં કષ્ટદાયક પ્રવાસ થશે.

Today’s Horoscope  દિવસ અને રાત્રીના ચોઘડિયા

દિવસનાં ચોઘડિયા:

  • શુભ: સવારે 7:50 – 9:28
  • ચલ: બપોરે 12:45 – 2:23
  • લાભ: બપોરે 2:23 – 4:01
  • અમૃત: સાંજે 4:01 – 5:39

રાત્રીનાં ચોઘડિયા:

  • લાભ: સાંજે 7:18 – 8:39
  • શુભ: રાત્રે 10:01 – 11:23
  • અમૃત: રાત્રે 11:23 – 12:45 (20 જુલાઈ)
  • ચલ: રાત્રે 12:45 – 2:07 (20 જુલાઈ)
  • લાભ: રાત્રે 2:07 – 3:30 (20 જુલાઈ)
  • શુભ: રાત્રે 3:30 – 4:52 (20 જુલાઈ)
  • અમૃત: રાત્રે 4:52 – 6:14 (20 જુલાઈ)

Today’s Horoscope  આજનું રાશિ ભવિષ્ય

  • મેષઃ (અ, લ, ઇ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે અને આગળ વધવાની તક મળશે. તમે કેટલીક સુંદર પ્રતિભાઓ કેળવી શકશો.
  • વૃષભઃ (બ, વ, ઉ): તમારે આવક-જાવકનો હિસાબ રાખવો પડશે અને ખર્ચ પર અંકુશ રાખવો પડશે. આજે તમારે થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
  • મિથુનઃ (ક, છ, ઘ): સગાં-સ્નેહી અને મિત્રોથી સારું રહેશે. યાર-દોસ્તની મદદ મળી રહેશે અને તમારા કાર્યો પૂર્ણ થશે. પ્રગતિકારક દિવસ રહેશે.
  • કર્કઃ (ડ, હ): નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સારો રહેશે. સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક દિવસ છે. વેપારી વર્ગને થોડી ઉથલપાથલ રહેવાની સંભાવના છે.
  • સિંહઃ (મ, ટ): આજે ભાગ્યની દેવી રીઝતી જણાશે. નવીન તક હાથમાં આવશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો તમારા માટે જરૂરી બનશે.
  • કન્યાઃ (પ, ઠ, ણ): તમને માનસિક વ્યગ્રતા જણાય. મનનું ધાર્યું ના થાય. દિવસ દરમિયાન તમારો મૂડ બદલાય કરશે, પરંતુ સાંજ ખુશનુમા વીતશે.
  • તુલાઃ (ર, ત): જાહેરજીવનમાં સારું રહેશે. તમને યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. તમારા અભિપ્રાયની ગણના થશે.
  • વૃશ્ચિકઃ (ન, ય): તમારે તબિયતની કાળજી લેવી પડશે. જીવનમાં નિયમિતતાની જરૂર છે. ખાવાપીવામાં કાળજી રાખવી પડશે.
  • ધનઃ (ભ, ફ, ધ, ઢ): તમે પ્રણયમાર્ગે આગળ વધી શકશો. પ્રિયપાત્રથી મુલાકાત થાય. મનની વાત વ્યક્ત કરી શકો.
  • મકરઃ (ખ, જ): તમને તમામ ભૌતિક સુખ-સગવડ પ્રાપ્ત થશે. તમારા વિચારોમાં સકારાત્મકતા આવશે. દિવસ આનંદમાં વીતશે.
  • કુંભઃ (ગ, શ, સ, ષ): તમે નવા કાર્યમાં આગળ વધી શકશો. મિત્રોની મદદ મળી રહેશે. નવી પદ્ધતિથી કાર્ય કરી શકશો.
  • મીનઃ (દ, ચ, ઝ, થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બનશે.
Join Our WhatsApp Community

You may also like