News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – અમાસ
“દિન મહીમા”
ચૈત્રી વાસંતી નવરાત્રી આંરભ, સૃષ્ટી આરંભ દિન, ગુડીપડવો, પંચક, અભ્યંગ સ્નાન, શાલીવાહન શાકે ૧૯૪૮ ‘પરાભવ’ નામ સંવત્સર આરંભ, ભાગીતિથી, ઈષ્ટી, ધ્વજા રોહણ, ડો. હેગડેવર જયંતિ, વૈધૃતિ મહાપાત ૦૭ઃ૨૬ સુધી, મારવાડી સંવત ૨૦૮૩, કલ્પાદી
“સુર્યોદય” – ૦૬.૪૪(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૪૭(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૧૭ થી ૧૫.૪૭
“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.
“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ
“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૬.૪૫ – ૦૮.૧૫
ચલઃ ૧૧.૧૬ – ૧૨.૪૬
લાભઃ ૧૨.૪૬ – ૧૪.૧૭
શુભઃ ૧૭.૧૮ – ૧૮.૪૮
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૮ – ૨૦.૧૭
ચલઃ ૨૦.૧૭ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૬ – ૨૬.૧૫
શુભઃ ૨૭.૪૫ – ૨૯.૧૪
અમૃતઃ ૨૯.૧૪ – ૩૦.૪૪
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
“સિંહઃ”(મ,ટ)-
કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.
“તુલાઃ”(ર,ત)-
સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.
“મકરઃ”(ખ,જ)-
સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.