News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૨ જૂન ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧
“તિથિ” – જેઠ સુદ સાતમ
“દિન મહીમા”
વિષ્ટિ ૨૦-૩૬થી
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭.૧૧ (મુંબઈ)
“રાહુ કાળ” – ૭.૪૦ થી ૯.૧૯
“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.
“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૨૨.૫૪)
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૧ – ૭.૪૦
શુભઃ ૯.૧૯ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૫ – ૧૫.૫૪
લાભઃ ૧૫.૫૪ – ૧૭.૩૩
અમૃતઃ ૧૭.૩૩ – ૧૯.૧૨
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૨ – ૨૦.૩૩
લાભઃ ૨૩.૧૫ – ૨૪.૩૭
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
ચલઃ ૨૮.૪૦ – ૩૦.૦૧
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
“સિંહઃ”(મ,ટ)-
કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.
“તુલાઃ”(ર,ત)-
સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.
“મકરઃ”(ખ,જ)-
સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.