Today’s Horoscope : આજે ૨૦ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨૦ જૂન ૨૦૨૪, ગુરુવાર

“તિથિ” – જેઠ સુદ તેરસ

“દિન મહીમા”
શ્રી ગિરધરલાલજી મહારાજ ઉત્સવ-નાથદ્વારા, જૈન સુપાર્શ્વનાથ દિક્ષા,વર્લ્ડ રેફયુજી દિન, વિછુંડો, સાયન સૂર્ય કર્કમાં ૨૬:૨૨, દક્ષિણાયન વર્ષાઋતુ આરંભ, વર્ષનો લાંબો દિવસ, રવિયોગ ૧૮:૧૧ સુધી, સ્થિરયોગ ૧૮:૧૧થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૫૯

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા (૧૮.૦૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૩ – ૭.૪૨
ચલઃ ૧૧.૦૧ – ૧૨.૪૦
લાભઃ ૧૨.૪૦ – ૧૪.૧૯
શુભઃ ૧૭.૩૮ – ૧૯.૧૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૭ – ૨૦.૩૮
ચલઃ ૨૦.૩૮ – ૨૧.૫૯
લાભઃ ૨૪.૪૦ – ૨૬.૦૧
શુભઃ ૨૭.૨૨ – ૨૮.૪૨
અમૃતઃ ૨૮.૪૨ – ૩૦.૦૩

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો. વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More