News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૨૧ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૩
“તિથિ” – કારતક સુદ બારસ
“દિન મહીમા”
પ્રબોધીની-દેવઉઠી એકાદશી(વૈ), પ્રબોધોત્સવ, લીલી પરિક્રમા- જુનાગઢ, વ્રજમૂશળયોગ ૨૯:૫૬ સુધી, કાલીદાસ જયંતિ, તુલસી વિવાહ, ચાર્તુમાસ પૂરા, પંચક ઉતરે ૨૯:૫૬, પંઢરપુર યાત્રા, નામદેવ જયંતિ, ગરૂડ દ્વાદશી-ઓરિસ્સા, ટેલીવિઝન ડે
“સુર્યોદય” – ૬.૫૦ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)
“રાહુ કાળ” – ૦૯.૩૭ થી ૧૧.૦૧
“ચંદ્ર” – મીન, મેષ(૨૯.૫૪)
આજે જન્મેલા બાળકની રાશી ૨૨ નવેમ્બર, સવારે ૫.૫૪ સુધી મીન રહેશે ત્યારબાદ રાશી મેષ રહેશે.
“નક્ષત્ર” – રેવતી
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૯.૫૪)
૨૨ નવેમ્બર, સવારે ૫.૫૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૮.૧૪ – ૦૯.૩૭
ચલઃ ૧૨.૨૪ – ૧૩.૪૮
લાભઃ ૧૩.૪૮ – ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
શુભઃ ૨૧.૧૧ – ૨૨.૪૮
અમૃતઃ ૨૨.૪૮ – ૨૪.૨૫
ચલઃ ૨૪.૨૫ – ૨૬.૦૧
લાભઃ ૨૯.૧૪ – ૩૦.૫૧
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
“સિંહઃ”(મ,ટ)-
કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.
“તુલાઃ”(ર,ત)-
સ્ત્રીવર્ગ પોતાની પ્રતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.
“મકરઃ”(ખ,જ)-
સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.