News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૨૧ ઓક્ટોબર ૨૦૨૪, સોમવાર
“તિથિ” – આસો વદ પાંચમ
“દિન મહીમા”
વ્રજપંચમી, લલીતાપંચમી, શ્રીવ્રજનાથજી ઉ.જામનગર, સંભવનાથ કે.જ્ઞાન, રવિયોગ ૨૯:૫૧થી, હનુમાનજી મંદિર પાટોત્સવ- સારંગપુર, અમૃતસિધ્ધિયોગ ૦૬:૫૧થી ૨૯:૫૧
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૩૫ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૧૦ (મુંબઈ)
“રાહુ કાળ” – ૮.૦૨ થી ૯.૨૯
“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૮.૧૪)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૧૪ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.
“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૬.૪૯)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૮.૧૪)
સાંજે ૬.૧૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૬ – ૮.૦૨
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૬
ચલઃ ૧૩.૫૦ – ૧૫.૧૬
લાભઃ ૧૫.૧૬ – ૧૬.૪૩
અમૃતઃ ૧૬.૪૩ – ૧૮.૧૦
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૧૦ – ૧૯.૪૩
લાભઃ ૨૨.૫૦ – ૨૪.૨૩
શુભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૯.૦૩
ચલઃ ૨૯.૦૩ – ૩૦.૨૬
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
“સિંહઃ”(મ,ટ)-
આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
“તુલાઃ”(ર,ત)-
આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.