News Continuous Bureau | Mumbai
આજનું પંચાંગ: ૨૨ જુલાઈ ૨૦૨૫
- તિથિ: અષાઢ વદ બારસ
- દિન મહીમા: ત્રિપુરા મહાબારસ, બાલકૃષ્ણલાલજી ઉત્સવ-કાંકરોલી, યમઘટ યોગ ૧૯:૨૬થી, વિષ્ટિ ૨૮:૪૧થી, ૧૩નો ક્ષય, ભૌમ પ્રદોષ વ્રત, સાયન સૂર્ય સિંહમાં ૧૯:૦૧થી, રાજયોગ ૦૭:૦૭ સુધી.
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
- સૂર્યોદય (મુંબઈ): સવારે ૬.૧૩ વાગ્યે
- સૂર્યાસ્ત (મુંબઈ): સાંજે ૭.૧૬ વાગ્યે
- રાહુ કાળ: સાંજે ૧૬.૦૧ થી ૧૭.૩૯ (આ સમયગાળામાં શુભ કાર્યો ટાળવા જોઈએ)
ગ્રહોની સ્થિતિ અને બાળકની રાશિ
- ચંદ્ર: આજે સવારે ૮.૧૩ વાગ્યા સુધી વૃષભ રાશિમાં રહેશે, ત્યારબાદ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
- નક્ષત્ર: આજે સાંજે ૧૯.૨૩ વાગ્યા સુધી મૃગશીર્ષ નક્ષત્ર રહેશે, ત્યારબાદ આદ્રા નક્ષત્ર શરૂ થશે.
- ચંદ્ર વાસ:
- સવારે ૮.૧૩ વાગ્યા સુધી પૂર્વ-દક્ષિણ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે પશ્ચિમ-ઉત્તર દિશામાં પ્રવાસ કષ્ટદાયક થઈ શકે છે.
- ત્યારબાદ, દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વ દિશામાં પ્રવાસ કષ્ટદાયક બની શકે છે.
- આજે જન્મેલા બાળકની રાશિ: સવારે ૮.૧૩ વાગ્યા સુધી વૃષભ રહેશે, ત્યારબાદ મિથુન રહેશે.
Today’s Horoscope આજના શુભ ચોઘડિયા
દિવસના ચોઘડિયા:
- ચલ: સવારે ૯.૨૯ – ૧૧.૦૭
- લાભ: સવારે ૧૧.૦૭ – ૧૨.૪૫
- અમૃત: બપોરે ૧૨.૪૫ – ૧૪.૨૩
રાત્રીના ચોઘડિયા:
- લાભ: રાત્રે ૨૦.૩૯ – ૨૨.૦૧
- શુભ: રાત્રે ૨૩.૨૩ – ૨૪.૪૫
- અમૃત: રાત્રે ૨૪.૪૫ – ૨૬.૦૭
- ચલ: રાત્રે ૨૬.૦૭ – ૨૭.૨૯
Today’s Horoscope આજનું રાશિ ભવિષ્ય
મેષ (અ, લ, ઇ):
આજે આપને સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય. આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે.
વૃષભ (બ, વ, ઉ):
આર્થિક બાબતોમાં સારો દિવસ છે. અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે છે.
મિથુન (ક, છ, ઘ):
આજનો દિવસ કાર્યસિદ્ધિ આપનારો છે. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધશે.
કર્ક (ડ, હ):
આજે વાદ-વિવાદથી દૂર રહેવું. તમારા કામમાં વિશેષ ધ્યાન આપવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થઈ શકે છે.
સિંહ (મ, ટ):
આજે આકસ્મિક લાભ થાય. જૂના મિત્રોને મળવાનું બની શકે છે. મનની વાત વ્યક્ત કરી શકો છો. શુભ દિવસ છે.
કન્યા (પ, ઠ, ણ):
વેપારી વર્ગ માટે લાભદાયક દિવસ છે. સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક રહેશે. નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગ માટે પણ સારો દિવસ છે.
તુલા (ર, ત):
આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો. ધ્યાન, યોગ, મૌનથી લાભ થાય. ભાગ્યબળમાં વૃદ્ધિ થશે.
વૃશ્ચિક (ન, ય):
અગાઉની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાશે. કાર્યને પૂર્ણ કરી શકશો. પ્રગતિકારક દિવસ છે.
ધન (ભ, ફ, ધ, ઢ):
સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારો દિવસ છે. લોકચાહનામાં વૃદ્ધિ થાય. આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ, જ):
આજે તબિયતની કાળજી લેવી. બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે. જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બનશે.
કુંભ (ગ, શ, સ, ષ):
પ્રણય માર્ગે આગળ વધી શકો. સંતાન અંગે સારો દિવસ છે. પરિવાર સાથે આનંદ માણી શકો છો.
મીન (દ, ચ, ઝ, થ):
આજે દિવસ આરામથી વિતાવી શકો છો અને નવી જગ્યાએ જઈ શકો છો. તમામ ભૌતિક સુખ-સગવડ આપતો આનંદદાયક દિવસ છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)