Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ ઓગસ્ટ ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૨૩ ઓગસ્ટ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અમાસ તિથિ છે.

by Zalak Parikh
todays horoscope today 23 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૩ ઓગસ્ટ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – અમાસ

 

“દિન મહીમા”

દેવપિતૃકાર્ય અમાસ, માતૃઅમાસ, ભાદરવી અમાસ, પીઠોરી અમાસ, આરાવારા સમાપ્ત, પવિત્ર શ્રાવણ સમાપ્ત, નકલંગ મેળો ભાવનગર, શિવ પાર્થેશ્વર પૂજન સમાપ્ત, ભા.ભાદ્રપદ શરૂ અંતરીક્ષ દિવસ (ચંદ્રયાન-૩)

 

“સુર્યોદય” – ૬.૨૨ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૩૨ થી ૧૧.૦૬

 

“ચંદ્ર” – સિંહ

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – માધ

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૭.૫૭ – ૯.૩૨

ચલઃ ૧૨.૪૧ – ૧૪.૧૫

લાભઃ ૧૪.૧૫ – ૧૫.૫૦

અમૃતઃ ૧૫.૫૦ – ૧૭.૨૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૫૯ – ૨૦.૨૫

શુભઃ ૨૧.૫૦ – ૨૩.૧૬

અમૃતઃ ૨૩.૧૬ – ૨૪.૪૧

ચલઃ ૨૪.૪૧ – ૨૬.૦૬

લાભઃ ૨૮.૫૭ – ૩૦.૨૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો .

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

 

“કર્કઃ”(ડ,હ)-

સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ . 

 

“તુલાઃ”(ર,ત)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભ દાયકદિવસ .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને .

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More