Today’s Horoscope : આજે ૨૪ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 24 August 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ
૨૪ ઓગસ્ટ ૨૦૨૪, શનિવાર

“તિથિ” – શ્રાવણ વદ પાંચમ

“દિન મહીમા”
૬નો ક્ષય, રાંઘણછઠ્ઠ, હળ ષષ્ઠી, શ્રીવલ્લભલાલજી ઉ.-વડોદરા, અશ્વસ્થ મારૂતિ પૂજન, બલરામ જયંતિ, રવિયોગ ૧૮:૦૭થી, વિષ્ટી ૧૯:૩૨થી, શુક્ર કન્યામાં ૨૫:૧૮

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૨ થી ૧૧.૦૬

“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૧૮.૦૪)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૭ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૧ – ૧૪.૧૫
લાભઃ ૧૪.૧૫ – ૧૫.૪૯
અમૃતઃ ૧૫.૪૯ – ૧૭.૨૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૮ – ૨૦.૨૪
શુભઃ ૨૧.૪૯ – ૨૩.૧૫
અમૃતઃ ૨૩.૧૫ – ૨૪.૪૧
ચલઃ ૨૪.૪૧ – ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૮ – ૩૦.૨૩

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે .

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More