Today’s Horoscope : આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય: ૨૪ જુલાઈ ૨૦૨૫, ગુરુવાર; જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે.

Today’s Horoscope : ૨૪ જુલાઈ ૨૦૨૫, ગુરુવારનું દૈનિક પંચાંગ અને રાશિફળ. જાણો આજની તિથિ, નક્ષત્ર, રાહુ કાળ, શુભ-અશુભ ચોઘડિયા

by kalpana Verat
Todays horoscope today 24 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

આજનું પંચાંગ: ૨૪ જુલાઈ ૨૦૨૫, ગુરુવાર

આજની તારીખ: ૨૪ જુલાઈ ૨૦૨૫, ગુરુવાર

વિક્રમ સંવત: ૨૦૮૧

 આજની તિથિ, દિન મહિમા અને શુભ યોગ

તિથિ: અમાસ

દિન મહિમા:

આજે દર્શ અમાસ, હરિયાળી અમાસ અને દિપપૂજા છે.

સાથે જ, એવરત-જીવરત વ્રત અને દિવાસો-જાગરણ નો પણ દિવસ છે.

ઓરિસ્સામાં આજે ચિતલાંગી અમાસ ઉજવાય છે.

આજનો દિવસ ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ (૧૬:૪૫ થી) અને સિદ્ધિયોગ (૧૬:૪૫ સુધી) નો સુભગ સંયોગ ધરાવે છે.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

સૂર્યોદય (મુંબઈ): ૬:૧૩ AM

સૂર્યાસ્ત (મુંબઈ): ૭:૧૬ PM

રાહુ કાળ: ૧૪:૨૩ (બપોરે ૨:૨૩) થી ૧૬:૦૧ (સાંજે ૪:૦૧)

 ચંદ્ર, નક્ષત્ર અને ચંદ્ર વાસ

ચંદ્ર: આજે સવારે ૧૦:૫૮ સુધી મિથુન રાશિમાં રહેશે, ત્યારબાદ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.

આજે જન્મેલા બાળકની રાશિ: સવારે ૧૦:૫૮ સુધી મિથુન, ત્યારબાદ કર્ક રાશિ રહેશે.

નક્ષત્ર: આજે પુનર્વસુ નક્ષત્ર રહેશે અને ૧૬:૪૨ (સાંજે ૪:૪૨) થી પુષ્ય નક્ષત્ર શરૂ થશે.

ચંદ્ર વાસ:

સવારે ૧૦:૫૮ સુધી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ચંદ્ર વાસ સુખદાયક રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વ દિશા કષ્ટદાયક રહેશે.

ત્યારબાદ, પશ્ચિમ-ઉત્તર દિશામાં ચંદ્ર વાસ સુખદાયક રહેશે, જ્યારે પૂર્વ-દક્ષિણ દિશા કષ્ટદાયક પ્રવાસ માટે રહેશે.

Today’s Horoscope  આજના શુભ ચોઘડિયા

દિવસનાં ચોઘડિયા:

  • શુભ: ૦૬:૧૪ AM – ૦૭:૫૨ AM
  • ચલ: ૧૧:૦૭ AM – ૧૨:૪૫ PM
  • લાભ: ૧૨:૪૫ PM – ૧૪:૨૩ PM
  • શુભ: ૧૭:૩૮ PM – ૧૯:૧૬ PM

રાત્રીનાં ચોઘડિયા:

  • અમૃત: ૧૯:૧૬ PM – ૨૦:૩૮ PM
  • ચલ: ૨૦:૩૮ PM – ૨૨:૦૧ PM
  • લાભ: ૨૪:૪૫ AM (રાત્રિના ૧૨:૪૫) – ૨૬:૦૭ AM (રાત્રિના ૨:૦૭)
  • શુભ: ૨૭:૩૦ AM (રાત્રિના ૩:૩૦) – ૨૮:૫૨ AM (રાત્રિના ૪:૫૨)
  • અમૃત: ૨૮:૫૨ AM (રાત્રિના ૪:૫૨) – ૩૦:૧૪ AM (સવારે ૬:૧૪)

Today’s Horoscope  આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ, લ, ઇ):

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો છો. જમીન, મકાન, વાહન સુખ સારું રહેશે. દિવસ પ્રગતિકારક રહેશે.

વૃષભ (બ, વ, ઉ):

નવા કાર્યમાં આગળ વધી શકો છો. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય. આગળ વધવાની તક મળશે.

મિથુન (ક, છ, ઘ):

ભાગીદારીમાં કાળજી રાખવી પડશે. આર્થિક બાબતોમાં મધ્યમ રહેશે, અન્ય બાબતોમાં સારું રહેશે.

કર્ક (ડ, હ):

તમારા ખુદ માટે સમય કાઢી શકો છો. તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (મ, ટ):

કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે. સાંજ ખુશનુમા વીતશે.

કન્યા (પ, ઠ, ણ):

ગણતરી વિનાના સાહસ ન કરવા સલાહ છે. આવક કરતાં જાવક વધી ન જાય તે જોવું. હિસાબ રાખવો.

તુલા (ર, ત):

અગાઉના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો છો. કર્મના સિદ્ધાંતને સમજી શકો. શુભ દિન.

વૃશ્ચિક (ન, ય):

ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય. ધ્યાન, યોગ, મૌનથી લાભ થાય. આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (ભ, ફ, ધ, ઢ):

દિવસ દરમિયાન દોડધામ રહેશે. સાંજ પછી નસીબ સાથ આપતું જણાશે. અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો છો.

મકર (ખ, જ):

જાહેરજીવનમાં ધ્યાન આપી શકો છો. આંતરિક સંબંધોમાં સારું રહેશે. મનની વાત વ્યક્ત કરી શકો છો.

કુંભ (ગ, શ, સ, ષ):

હિત શત્રુઓથી સાવધ રહેવું. વધુ પડતા વિશ્વાસે ન ચાલવું. વ્યક્તિગત દેખરેખથી કામ કરવું.

મીન (દ, ચ, ઝ, થ):

પ્રણય માર્ગે આગળ વધી શકો છો. ગમતી વ્યક્તિથી વાતચીત થાય. મનની વાત વ્યક્ત કરી શકો છો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More