Today’s Horoscope : આજે ૨૬ મે ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Todays horoscope today 26 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope  

આજનો દિવસ
૨૬ મે ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – વૈશાખ વદ ચૌદસ

“દિન મહીમા”
શ્રી શનૈશ્વર જયંતિ (શનિ ગ્રહના દાન માટે ઉત્તમ દિવસ), દર્શ અમાસ, સોમવતી અમાસ ૧૨-૧૨થી, વટ સાવિત્રી વ્રત સમાપ્ત, અવાધાન.

“સુર્યોદય” – ૬.૦૨ (મુંબઈ)

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યાસ્ત” – ૭.૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૧ થી ૯.૧૯

“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૩.૩૯)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૩૯ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૮.૨૨)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૩.૩૯)
બપોરે ૧.૩૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૨ – ૭.૪૧
શુભઃ ૯.૧૯ – ૧૦.૫૭
ચલઃ ૧૪.૧૪ – ૧૫.૫૨
લાભઃ ૧૫.૫૨ – ૧૭.૩૧
અમૃતઃ ૧૭.૩૧ – ૧૯.૦૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૯ – ૨૦.૩૧
લાભઃ ૨૩.૧૪ – ૨૪.૩૬
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
ચલઃ ૨૮.૪૦ – ૩૦.૦૨

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More