Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૨૯ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા સુદ છઠ્ઠ તિથિ છે

by Zalak Parikh
todays horoscope today 29 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૯ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – ભાદરવો સુદ છઠ્ઠ

 

“દિન મહીમા”

સૂર્ય ષષ્ઠી, ચંપા ષષ્ઠી, લલીતા ષષ્ઠી, બલરામ જયંતિ, રવિયોગ ૧૧:૩૯ સુધી, શ્રીવિઠ્ઠલેશજી મહારાજ ઉત્સવ-નાથદ્વારા, કુમારયોગ ૧૧:૩૯થી ૨૦:૨૨, સ્પોટર્સ ડે 

 

“સુર્યોદય” – ૬.૨૩ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૪ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૫ થી ૧૨.૩૯

 

“ચંદ્ર” – તુલા

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – સ્વાતિ, વિશાખા (૧૧.૩૭)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૨૪ – ૭.૫૮

લાભઃ ૭.૫૮ – ૯.૩૨

અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૫

શુભઃ ૧૨.૩૯ – ૧૪.૧૩

ચલઃ ૧૭.૨૧ – ૧૮.૫૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૩

શુભઃ ૨૪.૩૯ – ૨૬.૦૬

અમૃતઃ ૨૬.૦૬ – ૨૭.૩૨

ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે .

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More