Today’s Horoscope : આજે ૨૯ મે ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
todays horoscope today 29 May 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ
૨૯ મે ૨૦૨૫, ગુરૂવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – જેઠ સુદ ત્રીજ

“દિન મહીમા”
રંભા ત્રીજ, મહારાણા પ્રતાપ દિન, મુ.જિલ્હેજ, સિધ્ધિયોગ ૨૨.૩૯ થી ૩૦.૦૩, રવિયોગ ૨૨.૩૯ થી

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૫ થી ૧૫.૫૩

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૨૨.૩૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૨ – ૭.૪૦
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૩૬
લાભઃ ૧૨.૩૬ – ૧૪.૧૫
શુભઃ ૧૭.૩૨ – ૧૯.૧૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૦ – ૨૦.૩૨
ચલઃ ૨૦.૩૨ – ૨૧.૫૩
લાભઃ ૨૪.૩૬ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
અમૃતઃ ૨૮.૪૦ – ૩૦.૦૨

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

“સિંહઃ”(મ,ટ)-
આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More